Pages

Subscribe:

Thursday, March 25, 2010

રમતા રામ હતા….

હું ચાંદની રાતે નીક્ળ્યો હતો ’ને મારી સફ઼્ર ચર્ચાઇ ગઈ
કાંઇ મંઝીલો મશહુર હતી કાંઇ રસ્તાઓ બદનામ હ્તા….

ઓ મોત! જરા રોકાઇ જતે બે-ચાર મને કાંઇ કામ હ્તા
થોડીક શીકાયત કરવી હતી થોડાક ખુલાસા કરવા’તા….

જિવનની સમી સાંજે મારે જ્ખ્મોની યાદી જોવી હ્તી
બહુ ઓછાં પાનાં જોઇ શક્યો બહુ અંગત અંગત નામ હ્તાં…

પેલાં ખુણે બેઠા છો તે સૈફ છે મિત્રો જણો છો?
એ કેવો ચંચળ જિવ હ્તો ’ને કેવા રમતા રામ હતા….

-સૈફ પાલનપુરી.

Wednesday, March 24, 2010

હવે બોલવું નથી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી,
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું :
કેવું મળ્યું ઈનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.
– સૈફ પાલનપુરી

Tuesday, March 23, 2010

ચાહતમાં - બેફામ

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ.

- બેફામ

Monday, March 22, 2010

લાખ કરું છું યત્નો

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફતથી તોડે છે.

અણસમજુ માણસ છે, દિલનો કાચ તૂટે ને રોવે છે,
ને એક માણસ શાણો છે, શીશાથી પથ્થર ફોડે છે.

પંખી-પંખી, કલરવ-કલરવ, ચીસો-ચીસો બીજું શું ?
કાંઈ નથી, બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છે.

હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.

‘પાગલ’ તો છે બીકણ-ફોસી ખુદ ખુદથી ડરનારો છે,
બુડ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોંકે છે.


‘પાગલ’

આવે તારી યાદ તો......

આવે તારી યાદ તો, googleમાં તને શોધ્યા કરું, orkut ને facebook માં ફંફોસ્યા કરું.

છે લાખો profile તારા નામની, હું શું કરું? બધાને હું friend request મોકલ્યા કરું.

છે community ની ભરમાર internet પણ, તારી ગમતી community માં જોડાયા કરું.

નથી બદલતો મારો અવતારને પણ, કદાચ તું પણ શોધતી હોઈશ એમ વિચાર્યા કરું.

મળ્યા તો છે હજારો દોસ્તો તારી શોધમાં, તારી સરખામણીના કોઈ નથી, હું શું કરું?

ક્યાથી હોય net મિત્રોને મારા દર્દનો અહેસાસ, તેમને તો હું રોજ smilly મોકલ્યા કરું.

થાક્યો છું હવે, તને શોધી શોધીને, બનાવે તું પણ હવે તારી profile તેમ ચાહયા કરું.

હે દોસ્ત, હવે તો તું આવ internet પર, ક્યારેક google ને ક્યારેક yahoo માં શોધ્યા કરું.