Pages

Subscribe:
Showing posts with label Gujarati gazals. Show all posts
Showing posts with label Gujarati gazals. Show all posts

Wednesday, June 30, 2010

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.

છો ખલીલ ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે.


"ખલીલ ધનતેજવી "

આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે...

સવાલો આપ-લે કરી લઇએ, જવાબો મેળવી લઇએ,
તમારી ડાયરી, મારી કિતાબો મેળવી લઇએ.

તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યાં છે,
છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઇએ.

કોલાહલોના શહેરમાં કલરવ નહીં મળે,
મીઠી મધૂરી વાણીનો વૈભવ નહીં મળે.

જે કાંઇ થઇ શકે તે કરી લે આ જનમમાં,
આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.

સચવાય તો ખમીશની બાંયો બચાવી રાખ,
આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે.

"ખલીલ ધનતેજવી "

Monday, June 7, 2010

કોણ માનશે ?


મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારો ય એક જમાનો હતો કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

"રૂસવા મઝલુમી"

Friday, March 19, 2010

ગળ તો જામ્ છે

મે ત્યજી તારી તમ્મના ઍનો આ અંજામ છે.
ક હવે સચેજ લાજ છે તારુ કામ છે,

છે સ્ખલન બે ત્રણ પ્રસંગો મા મને પણ છે કબૂલ,
કોણ જાણે આખી જિંદગી બદનામ છે,

ઍક વીતેલો ક્ષણ પછો ઉજવવો છે ખુદા,
ઍક પાળ માટે વીતેલી જિંદગી નુ કામ છે,

આમ તો ભલે નૅ સોદો મફત મા થયો હોય,
આમ જો પુછો ઘણા મોઘા અમારા દામ છે,

જિંદગી ના રસ નૅ પીવા મા જલ્દી કરો "મરીઝ",
ઍક તો ઑછિ મદિરા છે, નૅ ગળતો જામ્ છે

"મરીઝ"