Pages

Subscribe:

Thursday, March 25, 2010

રમતા રામ હતા….

હું ચાંદની રાતે નીક્ળ્યો હતો ’ને મારી સફ઼્ર ચર્ચાઇ ગઈ
કાંઇ મંઝીલો મશહુર હતી કાંઇ રસ્તાઓ બદનામ હ્તા….

ઓ મોત! જરા રોકાઇ જતે બે-ચાર મને કાંઇ કામ હ્તા
થોડીક શીકાયત કરવી હતી થોડાક ખુલાસા કરવા’તા….

જિવનની સમી સાંજે મારે જ્ખ્મોની યાદી જોવી હ્તી
બહુ ઓછાં પાનાં જોઇ શક્યો બહુ અંગત અંગત નામ હ્તાં…

પેલાં ખુણે બેઠા છો તે સૈફ છે મિત્રો જણો છો?
એ કેવો ચંચળ જિવ હ્તો ’ને કેવા રમતા રામ હતા….

-સૈફ પાલનપુરી.

Wednesday, March 24, 2010

હવે બોલવું નથી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી,
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું :
કેવું મળ્યું ઈનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.
– સૈફ પાલનપુરી

Tuesday, March 23, 2010

ચાહતમાં - બેફામ

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ.

- બેફામ

Monday, March 22, 2010

લાખ કરું છું યત્નો

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફતથી તોડે છે.

અણસમજુ માણસ છે, દિલનો કાચ તૂટે ને રોવે છે,
ને એક માણસ શાણો છે, શીશાથી પથ્થર ફોડે છે.

પંખી-પંખી, કલરવ-કલરવ, ચીસો-ચીસો બીજું શું ?
કાંઈ નથી, બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છે.

હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.

‘પાગલ’ તો છે બીકણ-ફોસી ખુદ ખુદથી ડરનારો છે,
બુડ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોંકે છે.


‘પાગલ’

આવે તારી યાદ તો......

આવે તારી યાદ તો, googleમાં તને શોધ્યા કરું, orkut ને facebook માં ફંફોસ્યા કરું.

છે લાખો profile તારા નામની, હું શું કરું? બધાને હું friend request મોકલ્યા કરું.

છે community ની ભરમાર internet પણ, તારી ગમતી community માં જોડાયા કરું.

નથી બદલતો મારો અવતારને પણ, કદાચ તું પણ શોધતી હોઈશ એમ વિચાર્યા કરું.

મળ્યા તો છે હજારો દોસ્તો તારી શોધમાં, તારી સરખામણીના કોઈ નથી, હું શું કરું?

ક્યાથી હોય net મિત્રોને મારા દર્દનો અહેસાસ, તેમને તો હું રોજ smilly મોકલ્યા કરું.

થાક્યો છું હવે, તને શોધી શોધીને, બનાવે તું પણ હવે તારી profile તેમ ચાહયા કરું.

હે દોસ્ત, હવે તો તું આવ internet પર, ક્યારેક google ને ક્યારેક yahoo માં શોધ્યા કરું.

ઍક ભૌમિતિક ગઝલ

લાંબચોરસ ઓરડામા ઍક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસ મા છેદય છે

શક્યતા નુ ઍક પણ વર્તુળ નથી પૂરુ થતુ,
હર ક્ષણે કમ્પાસ ની તિક્ષણ અણી ભોકાય છે,

ચાલ સંબધો નુ કાય કોણ માપક શોધીયે,
ક હ્રદય ને કેટલા અંશે છેદય છે,

આરઝુ ના કાટખુણે જિંદગી તૂટી પડે,
ની પછિ મોત ના બિંદુ સુધી લંબાય છે,

બે સમાંતર રેખાની વચે નો હું અવકાશ છુ,
શૂન્યતા ની સાંકળ મારા વડે બંધાય છે

Saturday, March 20, 2010

આજે ફરી જીવવા નો કંટાળો આવ્યો,

આજે ફરી જીવવા નો કંટાળો આવ્યો,
આજે ફરી મરવાનો ઍજ વિચાર આવ્યો,

પણ મ્રરી મરી ને જીવતા લોકોની વચ્ચે
મને જીવી ને મરવાનો વિચાર આવ્યો

આ લોકો છે કે પછી છે લાશો ખબર નથી
લાગણી વિહોણા વ્યક્તિઓ નો જ કંટાળો આવ્યો.

કોના માટે મરવુ ને જીવવુ પણ શુ કામ બીજા માટે?
આજે મને મારા ખુદ નો જ વિ્ચાર આવ્યો...

આ સ્વાર્થી જગત મા, આગળ વધવાનો મોકો પણ મળ્યો,
પણ ફરી પાછળ રહી ગયેલા સ્વજનો નો વિચાર આવ્યો,

છોડ ને દોસ્ત આ વિચારો ની ઘટમાળ
જો પેલો ઉગતો સૂરજ ફરી તને મળવાને આવ્યો...

પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.


"મરીઝ"

Friday, March 19, 2010

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.


"આદિલ મન્સૂરી"

ઘાયલ ઘણો થયો છુ નજારો ની તકરાર મા,.....

ઘાયલ ઘણો થયો છુ નજારો ની તકરાર મા,
જીવન આખુ ઝુકાવી દીધુ કોઈ ના પ્યાર મા,

ઍમના દિલે તો હતી કિંમત અમારી કોડિયો મા,
ની અમે ઘેલા હતા ઍમના ઍઝાર મા,

અમે તો લીધી મજા ઍમની સામે પણ હાર મા,
દિલ ની ભાવનાઓ દુભવી ગયા ઍ તો તકરાર મા,

અમે પણ આપી હતી મોકળાશ ઉડવા આકાશ મા,
પણ ઍ ફસાઈ ગયા સૈયાદ ની જાળ મા,

થાય છે આભાસ કે અમે નથી ભાન મા,
ઈ તો ઍમના પડઘાં પડે છે કાન મા,

દિલ તો ત્યારે તુટ્યુ, જ્યારે ઉડી ઉંઘ ઍમની કાળજી મા,
ની છોડી ગયા ઈ નાનકડી તકરાર મા,

હજીયે શોધે છે "દાનવ" ઍમને જૂદા જુદા ચેહરા ઑ મા,
નૅ જીવન હારી ગયા છે ઍમના પ્યાર મા................


"દાનવ"

ગળ તો જામ્ છે

મે ત્યજી તારી તમ્મના ઍનો આ અંજામ છે.
ક હવે સચેજ લાજ છે તારુ કામ છે,

છે સ્ખલન બે ત્રણ પ્રસંગો મા મને પણ છે કબૂલ,
કોણ જાણે આખી જિંદગી બદનામ છે,

ઍક વીતેલો ક્ષણ પછો ઉજવવો છે ખુદા,
ઍક પાળ માટે વીતેલી જિંદગી નુ કામ છે,

આમ તો ભલે નૅ સોદો મફત મા થયો હોય,
આમ જો પુછો ઘણા મોઘા અમારા દામ છે,

જિંદગી ના રસ નૅ પીવા મા જલ્દી કરો "મરીઝ",
ઍક તો ઑછિ મદિરા છે, નૅ ગળતો જામ્ છે

"મરીઝ"