Pages

Subscribe:

Saturday, November 5, 2011

તક ન મળી........!


લાગણીઓના  સોફ્ટવેરમાં   ડાઉનલૉડની કોઈ લિંક ન મળી.
માગણી માગણી મળી, જિંદગી રિસ્ટાર્ટ કરવાની તક ન મળી.

લોગ ઓન તો ઘણા થયા ને થશે એક સાથે આ માનસપટ પર
બસ,કોઈને ય નાજુક ‘હાર્ડ’ડ્રાઈવમા સેવ કરવાની તક ન મળી.

સનમનો ઈમેઈલ આઈડી ખોટો કે પછી મારી કોઈ ભુલ થાય છે.
ડ્રાફ્ટ તો ઘણા ય સાચવ્યા છે,મને એ સેન્ડ કરવાની તક ન મળી

આ તુટેલ દિલની બેટરી હવે રિચાર્જ કરવા દે પ્રભુ તું કોઈ વાર
જેને ચાહ્યા જિંદગીભર એની સાથે જ કનેક્ટ થવાની તક ન મળી.

નયનોના પ્રિન્ટરમાં આસુંના ઈન્કની કાર્ટિજ સાવ ખાલી થઈ ગઈ
સનમ, તારી રાહમાં લખેલ આ કવિતા પ્રિન્ટ કરવાની તક ન મળી

1 comment:

હર્ષ said...

આ જમાનાએ છેતર્યો મને પળે ને પળે
તો પણ જમાના પ્રમાણે અપડેટ થવાની કોઈ લીંક ના મળી.

Post a Comment