Pages

Subscribe:

Wednesday, March 9, 2011

ખુલ્લી મૂકી વખાર અમે.... - ધ્રુવ ભટ્ટ

ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયાં,
જોતી રહી બજાર અમે ચાલતા થયાં.

રસ્તા ગલી વળાંક બદલતા રહ્યાં સતત,
હરપલ દરેક હાલ અમે ચાલતા થયાં.

ઉલ્લેખ માત્ર થાય ને તોયે નશો રહે,
પી લીધી શરાબ અને ચાલતા થયાં.

અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી,
પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયાં.

કોઈ અજાણી રાત પરિચિત સ્થળે જડી,
ત્યાંથી જડ્યે સવાર અમે ચાલતા થયાં.

હાથની લકીર હજી રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયાં

ચર્ચા કશેય પહોંચવાની ક્યાં કરી હતી?
મંઝિલની છોડ વાત અમે ચાલતા થયાં.

- ધ્રુવ ભટ્ટ

Thursday, March 3, 2011

આદત પડી છે.....!

કોઇ ને યાદ રાખી ને ભૂલવાની આદત પડી છે,

લાખો ની ભીડ મા ઍકલુ રેહવાની આદત પડી છે,

ક્ષણે ક્ષણે દુભાતી લાગણીઓ મા હસવાની આદત પડી છે,

પાપણ ભીની ને આંખો કોરી રાખવાની આદત પડી છે,

મૃત્યુ ની રાહ મા જીવન જીવવાની આદત પડી છે.

રોજ નવી ઉમંગ સાથે ઉઠવાની આદત પડી છે,

ને સમી સાંઝે ધોયલા મોઢે પાછા ફરવાની આદત પડી છે,

ઍક પ્રશ્ન હતો જીવન તારથી, જવાબ ના મળવાની આદત પડી છે,

જીવવાની ઝંખના, ઉત્સાહ ક્યાંક ખોવાઈ ગયા છે,

પરિસ્થિતિ સાથે તાડજોડ કરવાની આદત પડી છે,

ઠોકરો લાગે છે, ત્યારે જાણ્યુ "દાનવ" કે જિવિયે છિયે,

બાકી તો લાશ ની જેમ ફરવાની આદત પડી છે.

-દાનવ (સહાયક કવિયત્રિ : ભૂમિ )