Pages

Subscribe:

Wednesday, June 30, 2010

આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે...

સવાલો આપ-લે કરી લઇએ, જવાબો મેળવી લઇએ,
તમારી ડાયરી, મારી કિતાબો મેળવી લઇએ.

તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યાં છે,
છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઇએ.

કોલાહલોના શહેરમાં કલરવ નહીં મળે,
મીઠી મધૂરી વાણીનો વૈભવ નહીં મળે.

જે કાંઇ થઇ શકે તે કરી લે આ જનમમાં,
આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.

સચવાય તો ખમીશની બાંયો બચાવી રાખ,
આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે.

"ખલીલ ધનતેજવી "

1 comment:

Harsh said...

વાહ વાહ શું ગઝલ છે દાનવ,


કોઇની નજરથી બચવા અંહિ કાજળ નહીં મળે.

Post a Comment