Pages

Subscribe:

Wednesday, May 19, 2010

અને જગતમાં હું એકલો છું,

અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું,
બીજી નજરથી જુઓ તો, સાથી કોઇ નથી ને હું કાફલો છું.

જીવનની મારી જે સ્થિર દશા છે એ મારી તદબીરની પ્રભા છે,
જરુર તકદીરની નથી જ્યાં હું એ અચળ ધ્રુવ તારલો છું.

મુસીબતોમાં કવન છે મારું, મુસીબતોમાં કલા છે મારી,
ઘટાનું ગર્જન સુણીને ગહેકે, હું મસ્ત મનનો એ મોરલો છું.

પ્રણયનો આરંભ જેમ નિષ્ફળ, પ્રણયનો અંજામ એમ નીરસ,
હતાં એ મોસમ વિનાની વર્ષા, અને હું રણ પરનો મેહલો છું.

ઓ પ્રેમ, એને બધોયે હક છે ભૂંસી શકે છે નિશાન મારું,
લલાટના લેખ કઇં નથી હું, લલાટ નો હું તો ચાંદલો છું.

ભર્યા છે "બેફામ" મોતી મનમાં, વીણીને લાવું છું એ નયનમાં,
ઊડે છે જે માનસરને લઇને, સદા નો તરસ્યો એ હંસલો છું.

"બેફામ"

No comments:

Post a Comment