Pages

Subscribe:

Thursday, March 3, 2011

આદત પડી છે.....!

કોઇ ને યાદ રાખી ને ભૂલવાની આદત પડી છે,

લાખો ની ભીડ મા ઍકલુ રેહવાની આદત પડી છે,

ક્ષણે ક્ષણે દુભાતી લાગણીઓ મા હસવાની આદત પડી છે,

પાપણ ભીની ને આંખો કોરી રાખવાની આદત પડી છે,

મૃત્યુ ની રાહ મા જીવન જીવવાની આદત પડી છે.

રોજ નવી ઉમંગ સાથે ઉઠવાની આદત પડી છે,

ને સમી સાંઝે ધોયલા મોઢે પાછા ફરવાની આદત પડી છે,

ઍક પ્રશ્ન હતો જીવન તારથી, જવાબ ના મળવાની આદત પડી છે,

જીવવાની ઝંખના, ઉત્સાહ ક્યાંક ખોવાઈ ગયા છે,

પરિસ્થિતિ સાથે તાડજોડ કરવાની આદત પડી છે,

ઠોકરો લાગે છે, ત્યારે જાણ્યુ "દાનવ" કે જિવિયે છિયે,

બાકી તો લાશ ની જેમ ફરવાની આદત પડી છે.

-દાનવ (સહાયક કવિયત્રિ : ભૂમિ )

Thursday, February 10, 2011

ઈ-મેલમાં -આદિલ મન્સૂરી

કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે -મેલમાં,
દુનિયાભરના વાયરસ મોકલે -મેલમાં.

ખાનગી વાતો બધી કરતા રહે ફોરવર્ડ,
બેવફાઈને નવો રસ્તો મળે -મેલમાં.

હોટ મેલે મળશે અથવા મળશે યાહૂ ડોટ પર,
મોટા ભાગે બે સરનામા હશે -મેલમાં.

જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા,
ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે -મેલમાં.

રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર,
સ્પર્શ એના ટેરવાંઓનો હશે -મેલમાં.

હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે -મેલમાં.

જોતજોતામાં ગઝલ -મેલની આવી ચડી,
બેઠા બેઠા મોકલું તેને બધે -મેલમાં.

શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે -મેલમાં?!

Wednesday, January 5, 2011

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે...

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.

- ‘મરીઝ’

જીવન જેવું જીવું છું...!

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;

ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.

તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

- અમૃત ‘ઘાયલ’

Friday, December 10, 2010

જિંદગી ના ગણિત મા............!

જિંદગી ના ગણિત મા મેથોડ ના પણ માર્ક્સ્ હોય છે
દરેક આઘાત ના પ્રત્યાઘાત પણ ક્યાં હોય છે,

મળ્યુ છે ગમ તો ઍન્જોય કર ને ગાંડા,
ગમ વગર ની જિંદગી મા મજા પણ ક્યાં હોય છે,

વિસ્તરી છે જિંદગી ઘર ના આંગણ થી દુનિયા સુધી,
દરેક દિલ ને જિતીયે તેવા અવસર પણ ક્યા હોય છે.

જિંદગી ના દાખલાઓ મા મુંઝાતો નહી "દાનવ",
જ્યાં જવાબ સચા હોય ત્યાં મેથોડ ખોટી હોય છે

-"દાનવ"